Dr. Bharat Jivani (M.S. Orthopedic)

ઘુંટણનાં સાંધા વિશે માહિતી :

ઘુંટણનો સાંધો શરીરનો સૌથી અગત્યનો તથા સૌથી મોટો સાંધો હોવાથી શરીરની લગભગ દરેક મુખ્ય ક્રિયાઓ તેને આભારી છે. આ સાંધો ત્રણ હાડકાની વચ્ચે બનેલો છે જેમાં એક સાથળનું હાડકું (Femur) તથા બે પગનાં હાડકાં (Tibia તથા Fibula) નો સમાવેશ થાય છે. સાંધામાં અન્ય એક નાના હાડકાં  – ઢાંકણી (Patela) નો સમાવેશ થાય છે. હાંડકાંઓ વચ્ચેનો ઘસારો અટકાવવા પ્લાસ્ટિક જેવું સુંવાળું કવર (Cartilage) હોય છે, જે હલન-ચલન સરળ બનાવે છે.જે હલન-ચલન દરમ્યાન હાડકાંઓને એકબીજાના સંપર્કમાં આવતાં અટકાવે છે, તથા હલન-ચલન સરળ બનાવે છે

આ સાથે તે ચાલવા, દોડવા તથા કૂદવાં દરમ્યાન લાગતાં ઝટકા / થડકા શોષવાનું પણ કાર્ય કરે છે. સાંધાની અંદરની તરફ સાયનોવિયમ નામનું પાતળું પ્લાસ્ટિક જેવું પેડ હોય છે, જે પ્રવાહી બનાવે છે, જે સાંધામાં તેલ (ઓઇલ – ઉંજણ) ની ગરજ સારે છે. આ સર્વે હાડકાં એકબીજાની સાથે મજબુતાઈથી વળગી રહે અને સાંધો વ્યવસ્થિત કાર્ય કરે તે માટે હાડકાંના છેડાઓ જોડવા જાડા, મજબૂત દોરડા જેવા લીગામેન્ટ હોય છે જે સાંધાને મજબુતી પ્રદાન કરે છે.

સાંધાનો વાં (આર્થ્રાઇટીસ):

વાં થવાનું કારણ:

વાં થવાનું મુખ્ય કારણ કાર્ટીલેજને થયેલું નુકશાન છે, જેના કારણે હાડકાંઓ સીધાં એકબીજાનાં સંપર્ક આવે છે અને હાડકાંનાં છેડા ઘસાય છે. આ રીતે ઘસાયેલા હાડકાં અકુદરતી રીતે વળી જાય છે, આવા દર્દીના ઘસાયેલા હાડકાની રજ / ચૂરો સાંધામાં જમા થવાથી તેને લીધે દર્દીને સોજો આવવો, દુખાવો થવો અને ચાલવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય છે.

કાર્ટીલેજને નુકશાન થવાના કારણો: ઉંમર / વધારે વજન / સંધિવા તથા અકસ્માત / ધૂંટણ પર પડી જવું તથા ઘૂંટણનાં સાંધાનો લાંબા ગાળાનો અયોગ્ય  ઉપયોગ (પલાંઠી વળી કે ઉભડક બેસવું વિગેરે)

વાં ની સારવાર :

વાં ની કાયમી સારવાર દવાથી શક્ય નથી, તેના માટે વપરાતી દવાઓ દર્દ નિવારક (પેઈન કિલર) તથા સ્ટિરોઈડ હોય છે જે લાંબા સમય સુધી લેવાથી ઘણાં પ્રકારની આડ અસરો થવાની શક્યતા રહે છે.

વાં ની કાયમી સારવાર માટે શસ્ત્રક્રિયા (સર્જરી) કરાવવી પડે છે, જેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઘુંટણનો સાંધો બદલાવે છે.

 

નવા સાંધાઓનું પ્રત્યાર્પણ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ) :

“દુ:ખાવા માંથી કોઈને મુક્તિ  આપવી કે અપાવવી એ જીંદગીની સૌથી મોટી ઉપલબ્ધી છે.”

આજના અત્યાધુનિક સમયમાં અંગોનું પ્રત્યાર્પણ (Organ Transplant) એ ખુબ ચોક્સાઇપૂર્વક અને પરિણામલક્ષી પ્રક્રિયા બની ગઈ છે.

જયારે પરમાત્માએ આપેલા સાંધાઓ એ હદે બગડી જાય કે દુ:ખાવો અને શારિરીક પરાવલંબનને કારણે જીવન દોહ્યલું બની જાય ત્યારે આ ખુબ જ જરૂરી બને છે.
આ સર્જરી માં રોગીષ્ઠ અને ઘસાઈ ગયેલા સાંધાની જગ્યાએ કુત્રિમ સાંધો એક પ્રકારની જૈવિક સિમેન્ટથી બેસાડાય છે, અને આ નવો સાંધો કુદરતી આપેલ સાંધા જેવું જ કામ કરે છે.
આ સર્જરી ઘૂંટણ (Knee), થાપા (Hip), ખભા (Shoulder) તથા કોણી (Elbow) નાં સાંધાઓ જયારે ઓસ્ટિયો આર્થ્રાઇટીસ (O.A), રુમેટોઈડ
આર્થ્રાઇટીસ (R.A), ઇજા પછીના સાંધાના ઘસારા (Post Traumatic Injury) માટે કરવામાં આવે છે. 

છેલ્લા 40 વર્ષથી આ ઓપરેશન અમેરિકા, યુરોપ અને ભારત માં લાખો દર્દીઓને સફળતાપૂર્વક કરવામાં આવેલા છે., અને આ દર્દીઓને દુ:ખાવો તથા જક્ડતામાંથી મુક્તિ અપાવી તેઓની જિંદગીને નવેસર થી માણવાં લાયક બનાવી છે.

સર્જરી ની સફળતાનો મુખ્ય આધાર :

  • સર્જન ની તાલીમ અને આ સર્જરી માટેની ચોકસાઈ
  • અનુભવ તથા નિપુણતા
  • અત્યાધુનિક સાધનોથી સુસજ્જ ઓપરેશન થીએટર (લેમીનાર એર ફલો)
  • કૃત્રિમ સાંધાની રચના
  • દર્દીના ઓપરેશન સમયે તથા ત્યારબાદ ના ફોલો-અપ અને સાથ-સહકાર પર પણ આધાર રાખે છે.

કમ્પ્યુટર આસિસ્ટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી (Computer Navigation)

આજે આપણે ઓફિસ, સ્કુલો-કોલેજો, બેંકો, વિમાની મથકો, જહાજો અને વાહનોમાં પણ કોમ્પ્યુટર (G.P.S) ની મદદ લઈએ છીએ તો પછી ઓપરેશન માં શા માટે નહિં?

જેમ કારના વ્હીલમાં એલાઇન્મેન્ટમાં ફરક પડવાથી ટાયર ઘસાય જાય છે તેવીજ રીતે સાંધાઓના અલાઇન્મેન્ટ માં જરા પણ ફરક પડવાથી સંધાઓનું આયુષ્ય ઘટી જાય છે. અત્યાર સુધી ડોક્ટરો પોતાના અનુભવ, એક્સ-રે અને ઓપરેશન ટેક્નિકથી સાંધાનું પ્રત્યારોપણ કરતા આવ્યા છે પણ તેમાં કોઈપણ ડીગ્રીમાં 2 – 3 મી.મી અથવા 2 – 3 ડીગ્રીનો ફરક પડી જતો હોય છે. જેના કારણે સાંધાના આયુષ્યમાં ઘટાડો થતો હોય છે.

નેવિગેશન

નેવિગેશન એ ઉપગ્રહ દ્વારા નિર્દેશિત ટેક્નોલોજી પર કાર્ય કરે છે. નેવિગેશનમાં ઉપરના હાડકાં (Femur) તથા નીચેના હાડકાં (Tibia) માં ટ્રેકર (Tracker) તથા પોઇન્ટર (Pointer) લગાડવામાં આવે છે. જે સાંધાની સ્થિતિ અને હલન-ચલન વિષે માહિતી કોમ્પ્યુટર ને મોકલી આપે છે, અને કોમ્પ્યુટર આ માહિતી એકત્ર કરી સાંધાની સ્થિતિ અને મિકેનિઝમ પ્રમાણે સાંધાઓનાં કટ તથા નવા સાંધા (Prosthesis) બેસાડવામાં માર્ગદર્શન આપે છે. જેથી 0.5 મી.મીઅને 0.5 ડીગ્રી સુધીની ચોકસાઈ મેળવી શકાય છે.

આ પ્રમાણે નેવિગેશન આસિસ્ટેડ ઓપરેશન કરવાથી ચોકસાઈ વધે છે અને સાંધાઓનું આયુષ્ય અને પરિણામ સારું મેળવી શકાય છે.

શું તમે સાંધાનું પ્રત્યારોપણ કરાવવા વિષે વિચારો છો?

તમારા સાંધાનું પ્રત્યારોપણ ક્યારે કરવું પડે ?
 
  • જયારે તમોને દુ:ખાવાને કારણે રોજીંદા કાર્યમાં તેમજ કામકાજ માં તકલીફ પડે ત્યારે
  • દવાઓ, કસરત, પાટાઓ તથા બીજા બધાજ પ્રકારની સારવાર કાર્ય પછી પણ દર્દીને રાહત ના મળે ત્યારે
  • સાંધાઓનું જકડાઈ જવું અને અકુદરતી રીતે વળી જવું (Deformity) ને કારણે જીવન દોહ્યલું બની જાય ત્યારે

ઓપરેશન ક્યાં કરી શકાય?

ઓપરેશન કરવા માટેના અત્યાધુનિક સાધનોથી સુસજ્જ ઓપરેશન થીએટર, આવા થીએટર માં લેમિનાર એર ફ્લો (ઓપરેશન થીએટર ને જંતુરહિત વાતાવરણ પૂરું પાડે તેવી સિસ્ટમ) ખુબજ જરૂરી છે. આ માટે એકદમ અલાયદું ઓપરેશન થીએટર હોવું જરૂરી છે, જેના કારણે દર્દીને ઓપરેશન દરમ્યાન કોઈ ચેપ લાગતો નથી.

આ ઓપરેશન કોણ કરી શકે?

સર્જનની તાલીમ, અનુભવ અને આવા ઓપરેશન બાબતની નિપુણતા ખુબજ જરૂરી છે. જે ડોક્ટર સાંધાના પ્રત્યારોપણની સ્પેશિયલ ટ્રેનિંગ, ફેલોશીપ અને રોજીંદા ઓપરેશન કરતા હોય ત્યાંજ કરાવવું સલાહભર્યું છે.

સુરત માં આ પ્રકારનું ઓપરેશન કોની પાસે કરાવવું?

ડો.ભરત એન. જીવાણી (M.S. D.N.B)
જીવાણી હોસ્પિટલ
104, આયુષ ડોકટર હાઉસ, સ્ટેશન-લાલ દરવાજા રોડ, સુરત -03

Stryker Navigation થી ઘૂંટણ, થાપાનાં પ્રત્યારોપણ માં નિપુણતા ધરાવે છે તથા 6000 થી વધારે (TKR – Total Knee Replacement) ના સફળ ઓપરેશન નો અનુભવ ધરાવે છે. અને ઓર્થોસ્કોપિક સર્જરીનો 2000 થી વધારે સફળ ઓપરેશન નો અનુભવ ધરાવે છે.

આ ઉપરાંત, જીવાણી હોસ્પિટલ, સુરત માં મેડિકલેઇમ વાળા દર્દીઓ માટે 100% કેશલેસ ઓપરેશન ની સેવા ઉપલબ્ધ છે.  (*મેડિકલેઇમ કંપની ની શરતો અને નિયમોને આધીન)

” માઁ યોજના ” (મુખ્યમંત્રી અમૃતમ) તથા ” આયુષ્યમાન ભારત યોજના “ ના લાભાર્થીઓ માટે ગોઠણ તથા થાપાના સાંધા બદલવાનું ઓપરેશન સંપૂર્ણ ફ્રી માં થશે.

આજે જ સંપર્ક કરો:

ફોન: (0261) 2453196, 74340 23629, 90818 70119